AHAVADANGGUJARAT

Dang: સાપુતારા જતા માર્ગનાં શામગહાન નજીકનાં વળાંકમાં એસટી બસ અને તુફાન જીપ સામસામે ભટકાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇથી સાપુતારા જતા માર્ગનાં શામગહાન નજીક વળાંકમાં આજરોજ અમદાવાદથી મુસાફરો ભરી નાસિક જઈ રહેલ ગુજરાત એસટી નિગમની અમદાવાદ-નાસિક એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.8059 જે શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શામગહાન ઘાટ ચડી રહી હતી.તે વેળાએ અમદાવાદ-નાસિક બસની આગળ એક માલવાહક ટ્રક જઈ રહ્યો હતો.અહી એસટી બસનાં ચાલકે શામગહાન ગામનાં ઉપરનાં વળાંકમાં ટ્રકને ઓવરટેક કરી બસને આગળ લેતા સામેથી મહારાષ્ટ્રનાં બાળવઝર તથા શુંગારવાડી,શ્રીભુવનનાં પેસેન્જર ભરી ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટાદેવ બોરખલ તરફ જઈ રહેલ તુફાન કલુઝર જીપ.ન.એમ.એચ.15.એ.એસ.5495નાં ચાલકે પુરપાટવેગે હંકારી લાવી એસટી બસનાં આગળનાં ભાગે ટક્કર મારતા ઘટના સ્થળે અફરા તફરી મચી જવા પામી હતી.આ અકસ્માતનાં બનાવમાં તુફાન કલુઝર જીપ પુરપાટવેગે બસ સાથે અથડાઈને ફંગોળાઈને ભેખડ સાથે થંભી જતા ખીણમાં ખાબકતા બચી હતી.આ અકસ્માતનાં બનાવમાં અમદાવાદ નાસિક એસટી બસનાં ચાલક અને કંડકટર સહિત બસમાં સવાર 45 મુસાફરોને કોઈ પણ ઈજા ન પોહચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.જયારે તુફાન કલુઝર જીપમાં સવાર 12 મુસાફરો પૈકી 9 મુસાફરોમાં (1) કાશીનાથ તાનાજી ચૌધરી (2)વિજય કાશીનાથ ચૌધરી (3)જયરામ કિશન  પવાર,(4)સંગીતા દાનુ ઠાકરે (5)દમયંતી પ્રકાશ માહલે (6)દયા રતન માહલે (7)પ્રકાશ રતન માહલે (8)ઈન્દુ જયરામ ગાયકવાડ (9)કવિતા વિજય ચૌધરી આ તમામ રે.બાળવઝર,સુંગારવાડી તા.નાસિકનાઓને શરીરનાં ભાગે નાની મોટી ઇજા પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શામગહાન ગામે અકસ્માત માટે જવાબદાર માર્ગની સાઈડનાં દબાણો હટાવાશે કે પછી દુર્ઘટના માટે યથાવત રખાશે.શામગહાન ગામે માર્ગની સાઈડમાં આવેલ દબાણોનાં પગલે ટ્રક અકસ્માતમાં થોડા દિવસ પૂર્વે એક નિવૃત પોલીસ કર્મીનો જીવ ગયો હતો.તેમ છતાંય ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર માર્ગની સાઈડમાં આવેલ દબાણો હટાવવાની જગ્યાએ હજુ પણ જાનહાની માટેનું મોટુ મૂહર્ત જોઈ રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં શામગહાન ગામે પ્રાથમિક શાળાનાં ગેટથી બસ સ્ટેન્ડ સુધી માર્ગને અડીને અસંખ્ય દુકાનધારકોએ દબાણ કર્યુ છે.આ દુકાનોનાં પગલે ઉતરાણવાળો માર્ગ પણ ઢંકાઈ જવા પામ્યો છે.આ દબાણોનાં પગલે અગાઉ પણ અહી અકસ્માતો થતા સાતેક વ્યક્તિઓનાં જીવ ગયા છે.જેમાં થોડા દિવસ પૂર્વે બ્રેક ફેલ ટ્રકે નિવૃત પોલીસ કર્મીને નિર્દયી પણે કચડી નાખતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.તેમ છતાંય ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર આ દબાણો હટાવવા માટે આંખ આડા કાન કરી રહ્યુ છે.વધુમાં માર્ગને અડીને આવેલ પ્રાથમિક શાળામાં 315 જેટલા ગરીબ આદિવાસી માસુમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અને આ વિદ્યાર્થીઓ રોજેરોજ માર્ગ ક્રોસિંગ કરી શાળામાં જાય છે.ત્યારે ન કરે નારાયણની પરિસ્થિતિમાં અહી કોઈ મોટી દુર્ઘટના બને તો માનવ મૃત્યુનાં માતમની જવાબદારી કોણ લેશે ? ડાંગ વહીવટી તંત્રની ટીમ કે પછી શામગહાનનાં સરપંચ કે તલાટીકમ મંત્રી કે પછી વહીવટદાર ? જેથી ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ શામગહાન ગામનાં માર્ગની સાઈડમાં આવેલ દબાણોને શેહ શરમ રાખ્યા વગર હટાવી દઈ નિર્દોષ જીવોને બચાવે તેવી લોકમાંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!