AHAVADANGGUJARAT

Dang: ગુજરાતની આંતરરાષ્ટ્રીય બેન્ક એવી બેંક ઓફ બરોડાનો ૧૧૭મો સ્થાપના દિવસ આહવા ખાતે ઉજવાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

બેન્ક ઓફ બરોડાની આહવા શાખા ખાતે યોજાયેલ સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમમાં, ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહી બેન્ક કર્મીઓ તથા ગ્રાહકોને શુભકામના પાઠવી, બહેતર સુવિધાઓ અને સેવાઓ સતત મળતી રહે તેવા સુભાષિશ પાઠવ્યા હતા.

દરમ્યાન બ્રાન્ચ મેનેજર શ્રી પ્રિયરંજન ભોલા એ, બેન્કની સેવા/સુવિધાઓનો પરિચય આપી, પ્રજાજનોની ઉત્કૃસ્ઠ સેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ “કેક” કાપી કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ વેળા LDM શ્રી વિશાલ પટાંગે, Rseti ના ડાયરેક્ટર શ્રી રાજેશ પાઠક સહિત બેન્ક ઓફિસર્સ, કર્મચારીઓ, અને ગ્રાહકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલેખિનીય છે કે ૧૧૭ વર્ષોની લાંબી સફર દરમ્યાન, બેન્ક ઓફ બરોડા આજે દેશમાં ૮૨૬૬ અને વિશ્વના ૨૪ દેશોમાં ૧૦૭ બ્રાન્ચ મારફત તેની સેવા અને સુવિધા પહોચાડી રહી છે. સને ૧૯૭૧ માં ડાંગ જિલ્લામાં આહવા ખાતે શરૂ થયેલી બેન્ક ઓફ બરોડા આહવા અને વઘઇ એમ બે શાખાઓના માધ્યમથી, અંદાજિત ૬૦ હજાર ઉપરાંત ગ્રાહકોને તેની બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે.

Back to top button
error: Content is protected !!