
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ.આ તિરંગા યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી લોકચેતના જગાવી..સાપુતારા 11-08-2024 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહ્વાન કર્યું છે. જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરોવાઈ ગયો છે.તિરંગા ના રંગે રંગાયેલા રાષ્ટ્ર સમસ્તની જેમ, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ ચારે તરફ તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા કલેક્ટર બી. બી. ચૌધરી અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી.સાપુતારા નોટિફાઈ કચેરીથી શરૂ થયેલ આ યાત્રા મુખ્ય સર્કલ થી લેકવ્યું ગાર્ડન થી ફરીને મેઈન સર્કલ સુધી પુર્ણ થઈ હતી. સાથે તિરંગા યાત્રાએ સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં લોકચેતના જગાવી હતી.ડાંગ પોલીસ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી આ યાત્રામાં કલેક્ટર બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, પ્રાંત અધિકારી સાગર મોવલીયા,સાપુતારા પી.આઈ.એન.ઝેડ.ભોયા,સાપુતારા નોટિફાઈડ એરીયાનાં નાયબ મામલતદાર પી.વી.પરમાર, હોટેલે એસોસિઅનનાં સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે સહિત હોટલ એસોસિએશનનાં કર્મચારીઓ, સ્થાનિકો, વિદ્યાર્થીઓ તેમજ સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા..




