વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત દેશના વડાપ્રધાન તથા લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ સમગ્ર દેશમાં વિવિધ સેવા કાર્યો સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તે જ અનુસંધાને વઘઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, મંડળ પ્રમુખ પંકજ પટેલ, યુવા મોરચાનાં પ્રમુખ જય આહીર, વેપારી પ્રમુખ સુભાષભાઈ બોરસે, સુરેશભાઈ કાંજિયા, મયુરભાઈ પટેલ, બિપીનભાઈ રાજપૂત, રોહિતભાઈ સુરતી, મેહુલભાઈ સોહલા ,રમેશભાઈ ચૌધરી સહિત ભાજપના અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા કાર્યમાં જોડાયેલા આગેવાનો એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે દર વર્ષે સેવા સપ્તાહના ભાગરૂપે આવા સેવાકીય કાર્યક્રમો યોજાતા હોય છે. દર્દીઓને આરોગ્ય પ્રત્યે પ્રેરણા મળે તેમજ સેવા ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતુ.વઘઈ CHC ખાતે દર્દીઓએ આ સેવા કાર્ય માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમમાં સેવા કાર્યોના માધ્યમથી વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..