ARAVALLIGUJARATMODASA

મોડાસાની મહિલા વ્યાજખોર સામે નોંધાઈ ફરિયાદ, ફરિયાદીએ વ્યાજે લીધેલ 3.80 લાખના 7.50 લાખ ચૂકવ્યા..!

અહેવાલ 

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મોડાસાની મહિલા વ્યાજખોર સામે નોંધાઈ ફરિયાદ, ફરિયાદીએ વ્યાજે લીધેલ 3.80 લાખના 7.50 લાખ ચૂકવ્યા..!

મેઘરજ તાલુકાના ઓઢા કસાણા ગામના ખેમાભાઈ રણછોડભાઈ મકવાણા મોડાસાની મહિલા વ્યાજખોર સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતે કસાણા ખાતે આવેલ જય આદ્યશક્તિ મંડળની દુકાનમાં મજૂરી કામ કરે છે અને તેઓના ગામમાં અન્ય લોકોને છેલ્લા કેટલાય સમયથી વ્યાજે રૂપિયા આપતા મોડાસાના હસુમતી ઉર્ફે હર્ષદ કુમારી પુણ્યરાજસિંહ પરમાર સાથે ઓળખાણ થઈ હતી અને તેમણે મોડાસાની ઉપરોક્ત મહિલા પાસેથી મહિને 10% ના વ્યાજે ટુકડે ટુકડે રૂપિયા ત્રણ લાખ લીધા હતા અને 80,000 ની લોન કરી આપું છું તેમ કહીને મહિલાએ અરજદાર પાસેથી બીઓબી બેંક અને સાબરકાંઠા બેન્કના 10 સહી કરેલા કોરા ચેક અને ત્રણ કોરા કાગળ ઉપર સહી કરાવી ડોક્યુમેન્ટ લીધા હતા ફરિયાદીએ મહિલાને પ્રતિ 80 હજાર લોનના હપ્તા પેટે 4500/- દર મહિને ફોન પે અને ગુગલ પે દ્વારા પ્રતિ માસે થતા વ્યાજના રૂપિયા ચૂકવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે મેઘરજ તાલુકાના ફરિયાદીએ મોડાસાની મહિલા પાસેથી લીધેલા ₹3,80,000/- ની સામે તેણે રૂપિયા 7,50,000/- ચૂકવી દીધા હોવા નો પણ ફરિયાદ મા ઉલ્લેખ કરાયો છે વધુમાં ફરિયાદી મોડાસા તાલુકાના સીણાવાડના જયેશભાઈ કાંતિભાઈ પટેલ સાથે કોઈ પરિચય ન હોવા છતાં મહિલાને આપેલ ચેક ની વકીલ મારફતે નોટિસ મોકલી એકબીજાની મદદગારી કરી રૂબરૂમાં તેમજ મોબાઇલ ફોન ઉપર વધુ પૈસાની માગણી કરી ઉઘરાણી કરી બીભસ્ત ગાળો બોલી મારી નાખવાની ધમકી અપાતા ખેમાભાઈ રણછોડભાઈ મકવાણા  રહે ઓઢા કસાણા તાલુકો મેઘરજ જીલ્લો અરવલ્લી એ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હસુમતી ઉર્ફે હર્ષદ કુમારી પુણ્યરાજસિંહ પરમાર રહે પંચજ્યોત સોસાયટી રામપાર્ક મોડાસા જિલ્લો અરવલ્લી અને જયેશભાઈ કાંતિભાઈ પટેલ રહે સિણાવાડ તાલુકો મોડાસા જીલ્લો અરવલ્લી વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!