AHAVADANG

ડાંગ; આહવાના બોરખલ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ના કાર્યક્રમમાં ૧૨૭૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ આજરોજ આહવા તાલુકાના બોરખલ ગામે પ્રાંત અધિકારીશ્રી કાજલ આંબલીયાના અધ્યક્ષ સ્થાને સરકારના ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાડવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૧. લહાનચર્યા ગ્રામ પંચાયત જેમાં લહાનચર્યા, લહાનદબાસ, મોટાચર્યા, મોટીદબાસ, નિરગુડમાળ, ચિચપાડા, કાંહડોળઘોડી ગામો, ૨. ચૌક્યા ગ્રામ પંચાયતમાં ચૌક્યા, પાંડવા, ઇસદર, ચવડવેલ, રાવચૌંડ, જવતાળા, ગારમાળ, ૩. બોરખલ ગ્રામ પંચાયતમાં બોરખલ અને ગાયખાસ, ૪. લીંગા ગ્રામ પંચાયતમાં લીંગા, અંજનકુંડ, કોસબીયા, ૫. કામદ ગ્રામ પંચાયતમાં કામદ, વકાર્યા, બીલમાળ, ૬. વાસુર્ણા ગ્રામ પંચાયતમાં વાસુર્ણાં અને સોનગીર અને ૭. ઉમરપાડા ગ્રામ પંચાયતના ઉમરપાડા, ટાંકલીપાડા, વિહીરઆંબા, ટેમરૂનઘરટા ગામના લોકોએ સેવા સેતુ કાર્ક્રમનો લાભ લીધો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૨૭૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે, બોરખલ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ સેવાસેતુના કાર્યક્રમમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઇ માટેની અરજી, પ્રાધનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ, સ્વામિત્વ યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ વિગેરે મહેસુલી સેવાઓનો ઘર આંગણે લાભ મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!