AHAVADANG

ડાંગ જિલ્લામાં ધર્મ જાગરણ સમન્વય ગુજરાત સંવેદના ટ્રસ્ટનાં માધ્યમથી 150 ગણેશજીની મૂર્તિનું વિતરણ કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ધર્મજાગરણ સમન્વય ગુજરાત સંવેદના ટ્રસ્ટનાં માધ્યમથી ડાંગ જિલ્લામાં 150 જેટલી શ્રી ગણેશજીનાં મૂર્તિનાં વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ધર્મ જાગરણ સમન્વય ગુજરાત સંવેદના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગણેશજીની મૂર્તિનું  વિતરણ કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ટીમ્બર હોલમાં સભા યોજવામાં આવી હતી.જેમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓને પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.તેમજ દરેક ગામમાં ગણેશોત્સવ નિમિત્તે બાપ્પાની સ્થાપના થાય તે માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.અને કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે પ્રથમ મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી. મૂર્તિની સાથે આરતી, પ્રાર્થના, સ્તુતિના પોસ્ટર છપાવી મંડળના પ્રતિનિધિઓને આપવામાં આવ્યા હતા.તેમજ દરેક ગણેશ મંડળોને મૂર્તિ સરળતાથી મળી રહે તે માટે ધર્મ જાગરણનાં કાર્યકર્તાઓએ ડાંગ સ્વરાજ આશ્રમના સહકારથી સુંદર વ્યવસ્થા ઉભી કરી હતી.આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, છબીલદાસ વ્યવહારે , પ્રશાંતભાઈ બોરસે તથા કેતનભાઇ પટેલ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટીગણ, યજ્ઞેશભાઈ ભોયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!