GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ દ્વારા વાહનચાલકોને ગુલાબનું ફુલ આપી ટ્રાફિક ના નિયમો પાલન કરવા અપીલ કરાઈ

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને સ્ટાફ દ્વારા આજ રોજ એમજીએસ હાઈસ્કુલ ચોકડી પાસે વાહનચાલકો ને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું અને વાહન ચલાવતા સમયે ટ્રાફિક ના નિયમો નુ પાલન કરવા, ઓવર સ્પીડ થી બચવા, ઉતાવળું ડ્રાઇવિંગ નહી કરવા,દ્વિ ચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ નો ઉપયોગ કરવો,વિમા વગરનું વાહન નહી ચલાવવા, સગીર વયના બાળકોને વાહન ચલાવવા નહી આપવા, ભારતમાં માર્ગ અકસ્માતને કારણે થતી ઇજાની દર ત્રીજી ઘટના નશો કરીને વાહન ચલાવવાને કારણે બને છે જેથી નશો કરી વાહન નહી ચલાવવા, માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, પીયુસી વગર વાહન નહી ચલાવવા, અકસ્માત થી બચી પોતે અને પોતાના પરિવારનુ રક્ષણ કરવા જેવી બાબતે સમજ આપી ટ્રાફિક જાગૃતિ અંગેની જાણકારી આપી હતી.

Back to top button
error: Content is protected !!