AHAVADANG

સુબીર તાલુકાની એક મહિલાને પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતા 181 મહિલા અભયમ ટીમે સુખદ સમાધાન કરાવ્યો..

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાની એક મહિલાને પતિ દ્વારા મારઝૂડ કરતા તેમજ ઘરમાં તોડ ફોડ કરી અનાજ અને વાસણ વેચી દેતા 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પાઠ ભણાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં નજીકનાં એક ગામની મહિલાને પતિ દ્વારા અવારનવાર મારઝુડ કરવામાં આવતી હતી.તેમજ પતિ દ્વારા ઘરની વસ્તુઓ વેચી દેતા વ્યસન કરેલ પતિનાં ત્રાસથી કંટાળેલી પત્નીએ 181 મહિલા અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.જેથી 181 મહિલા અભયમની ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી સલાહ – સૂચન  આપી ને પતિ પત્ની વચ્ચે સુખદ્ સમાધાન કરાવ્યુ હતુ.મળતી માહિતી મુજબ સુબીર તાલુકાનાં નજીકનાં ગામમાં રહેતી એક પીડિત પરણીતાને પતિ દ્વારા વારે ઘડીએ વ્યસન નશાની હાલતમાં મારઝુડ કરી ઘરમાં તોડફોડ કરતા આખરે પત્ની કંટાળી ગઈ હતી.ત્યારે મહિલાએ આખરે 181 મહિલા અભયમ હેલ્પ લાઈનમાં ફોન કરી પતિ વિરૂદ્ધ  ફરિયાદ દાખલ કરી હતી.જેથી ફોન મળતાની સાથે તુરંત જ  181 ટીમનાં નેહા મકવાણા , મંગળાબહેન તેમજ પાઇલોટ ચંદ્રકાંત ભાઈની ટીમ ઘટના સ્થળ પર પોહચી હતી.અહી પીડત મહિલાનું  કાઉન્સિલિંગ કર્યા બાદ જાણવા મળ્યુ હતુ કે તેઓના પતિ કોઈ જ કામ ધંધો કરતા નથી તેમજ ઘરની કોઈ જ જવાબદારી લેતા નથી અને પાંચ વર્ષનાં લગ્ન જીવનમાં બે બાળકો છે.જેઓ પતિનાં આવા વ્યવહારથી બાળકો પતિ પાસે જતા નથી.ઘરે આવે ત્યારે રોજ દારૂનાં વ્યસનનો નશો કરીને ઘરે આવે છે.તેમજ પત્ની સાથે ખરાબ વર્તન વ્યવહાર કરીને તેની સાથે મારઝૂડ કરતા હતા.તેમજ પીડિત મહિલા જણાવે છે કે તે ક્યારેક વહેમ રાખીને ઝઘડો કરી મારઝુડ કરતા હોવાથી પતિનું કાઉન્સેલિંગ કરીને બાદ ઘરેલુ હિંસા 2005 અધિનિયમ સમજાવતા , દારૂનાં વ્યસનથી થતા નુકશાન તેમજ કાયદાકીય માહિતી આપી ને પતિ પત્નીને સમજાવીને સુખદ સમાધાન કરાવેલ હોવાથી પીડિત મહિલાએ પણ 181 ટીમનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!