GUJARATKUTCHMANDAVI

કચ્છ-ભુજ ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક માટેની જાહેરાત રદ કરાઈ.

સરકારશ્રી દ્વારા કાયદા સલાહકારની જગ્યાની મુદ્દત લંબાવવામાં આવતા જાહેરાત રદ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ ફેબ્રુઆરી : સરકારશ્રીના મહેસૂલ વિભાગ, ગાંધીનગરના તા.૦૬/૦૩/૨૦૧૨ વાળા ઠરાવથી કલેક્ટર કચેરી, કચ્છ-ભુજ ખાતે ૧૧ (અગિયાર) માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારશ્રીની ૧ (એક) જગ્યા (પગાર રૂ.૬૦,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ) માટે તારીખ ૨૩/૧૨/૨૦૨૪ના પત્રથી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકારશ્રીના મહેસૂલ વિભાગ ગાંધીનગરના તા.૦૯/૦૧/૨૦૨૫ના ઠરાવથી તમામ ૩૩ જિલ્લાઓની કલેક્ટર કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની કુલ-૩૩ જગ્યાઓ પર તા.૦૧/૦૨/૨૦૨૫ થી વધુ ૧૧ માસ સુધી કરાર આધારિત સેવાઓ મેળવવાની મંજૂરી મળેલી હોય જેથી આ માટે પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત રદ કરવામાં છે. કરારીય સમયપૂર્ણ થયા બાદ નવેસરથી જાહેરાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!