
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધવલીદોડ ગામ ખાતે રહેતા એક 20 વર્ષીય યુવકે રાત્રિનાં સમયે ગામના જ એક ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને કબાટમાં રહેલા 20 હજાર રૂપિયાની ચોરી કરી હતી.જેને લઇને યુવક વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.આહવાનાં ધવલીદોડ ગામ ખાતે રહેતા કૈલાશભાઈ ગોવિંદભાઈ ગાયકવાડ અને તેમના પરિવારના સભ્ય રાત્રિના સમયે પોત પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા.ત્યારે રાત્રીના બે વાગ્યાના સુમારે કૈલાશભાઈને અચાનક તેમનો રૂમનો કબાટ ખોલવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા.અને તે સમયે કૈલાશભાઈએ જોયેલ તો ગામનો જ યુવાન પ્રદીપ નામનો ઇસમ રૂમના કબાટ પાસે જોવા મળ્યો હતો.જેથી કૈલાશભાઈએ પ્રદીપ પાસે ગયેલ અને તેઓને પુછેલ કે,તમે અમારા ઘરમાં કઈ રીતે અને કેમ આવેલ છો ? જેથી પ્રદીપએ જણાવેલ કે હુ તમારા ઘરનો દરવાજો ખોલીને અંદર આવેલ છુ.ત્યાર બાદ બીજો કોઈ જવાબ આપેલ નહી.જેથી કૈલાશભાઈએ તેના બન્ને હાથ પકડી લીધેલા તે સમયે તેમની પત્ની સુનીતાબેન પણ જાગી જતા તેઓ પણ પાસે આવી પ્રદીપને પકડેલ અને પ્રદીપ કહેવા લાગેલ કે,અમે બે જણા છીએ.એવુ કહેતા પતિ-પત્નીએ પ્રદીપને પકડીને ઘરના બહાર ઓટલા ઉપર કાઢેલ તે સમયે ઘરના બહાર કે આજુબાજુ અન્ય કોઇ વ્યકિત જોવા મળેલ ન હતા.વધુમાં ઓટલા ઉપર ઉભો રાખેલ પ્રદીપ હાથ છોડાવી ત્યાથી ભાગી ગયો હતો.ત્યારબાદ બંન્ને પતિ-પત્ની રૂમમા જઈ સુઈ ગયેલ હતા.જોકે સવારના ઊઠીને ઘરના અન્ય રૂમમા જોતા જે રૂમમા ત્રણ કબાટ હોય જે ત્રણેય કબાટ ખોલેલ હાલતમાં જોવા મળ્યા હતા.તે ત્રણેય કબાટમાથી પતરાના કબાટમાં જોતા ત્યાં મુકેલ રૂ.20,000/- જોવા મળેલ નહી.જે ગામના પ્રદીપભાઈએ ગુપ્ત રીતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરેલ હોવાનું જણાઈ આવતા,પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




