
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડિસેમ્બર મહિનાનાં પહેલા જ દિવસે સવારે 10:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી વઘઈનાં કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબિરનું ઉદ્ઘાટન પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિધામંદિરનાં પ.પૂ પી.પી.સ્વામીજી અને વઘઇ નગરનાં વ્યપારી સુભાષભાઈ બોરસે દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ શિબિરમાં અંબામાતા મંદિર ટ્રસ્ટ-વઘઈ, મોક્ષરથ સેવા સમિતિ-વઘઈ, આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ-વઘઈ અને સાંઈમિત્ર મંડળ-વઘઈ જેવી સંસ્થાઓ જોડાઈ હતી.તેમજ આસપાસના ગામના યુવાનોએ પણ આ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો અને માનવતા મહેકાવી હતી.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને રક્ત પૂરું પાડવાનો છે. રક્તદાન એ માનવતાની સેવાનું એક મહાન કાર્ય છે. ત્યારે નવ યુવાનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવામાં ફાળો આવતા વઘઇ ગામના આયોજકોએ તમામ રક્તદાતાઓનું આભાર વ્યક્ત કર્યો હતો.





