ડાંગ જિલ્લાની સાપુતારા પોસ્ટ ઓફિસ દ્વારા જી.આઈ. પોલિસી અને અન્ય યોજનાઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો..
MADAN VAISHNAVNovember 29, 2024Last Updated: November 29, 2024
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ પોસ્ટ ઓફિસ દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં જનતાને જીઆઈ પોલિસી અને પોસ્ટ ઓફિસની અન્ય વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પમાં ગુટિયામાળ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બીપીએમ નંદાબેન, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સમીરભાઈ શેખ, આઈપીપીબી એક્ઝિક્યુટિવ પ્રવીણભાઈ અને તસ્લીમ બેન હાજર રહ્યા હતા. તેમણે લોકોને પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ જેવી કે, સુરક્ષિત બચત યોજનાઓ, પેન્શન યોજનાઓ, વીમા યોજનાઓ અને અન્ય નાણાકીય સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે જાગૃત કરવાનો હતો.આ કેમ્પમાં હાજર લોકોએ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રસ દાખવ્યો હતો અને તેમના પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 29, 2024Last Updated: November 29, 2024