AHAVADANG

આહવા તાલુકાની મોટાચર્યા શાળામાં 23 વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની મોટાચર્યા પ્રાથમિક શાળામાં લતાબેન એમ. પટેલ છેલ્લા 23 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આવેલ છે.જોકે તેમની આંતરિક બદલીથી શાળા પરિવારમાં નારાજગી જોવા મળી હતી.ત્યારે શાળા સ્ટાફ દ્વારા લતાબેન પટેલનું શાલ ઓઢાડીને સ્વાગત કરી શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત, ચાલુ વર્ષે જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન મેળવનાર લતાબેન પટેલને શાળા દ્વારા સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યુ હતુ.લતાબેન પટેલ દ્વારા શાળામાં શૈક્ષણિક,વહીવટી, સાંસ્કૃતિક અને ઇકો ક્લબમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. લતાબેન પટેલના સેવાના સંસ્મરણોના પ્રતિક રૂપે ફોટો મોમેન્ટો ભેટ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત, શાળાના કેન્દ્રના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા પણ લતા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ લતા પટેલે શાળાને 42 ઇંચનું સ્માર્ટ ટીવી, દરેક બાળકને કંપાસબોક્સ, શાળા સ્ટાફને ગિફ્ટ અને બધાને તિથિભોજન આપીને પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.શાળાના આચાર્ય મનોજકુમાર ગાવિત દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ, પૂર્વ શિક્ષિકા સેજલબેન પટેલ, કેન્દ્ર શિક્ષક હિતેશભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, સંજયભાઈ ભગરિયા, રાજેશભાઈ ગામીત, તાલુકા સદસ્ય લક્ષ્મીબેન ગવલી, SMC શિક્ષણવિદ્ દિલીપભાઈ પવાર, અધ્યક્ષ મીનાબેન પવાર, કેન્દ્રના શિક્ષકો, ગ્રામજનો અને બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!