AHAVADANG

Dang:માલેગામની વાઈલ્ડ હેવન ટેન્ટ રિસોર્ટ નજીકથી મહાકાય અજગર મળી આવતા દોડધામ મચી જવા પામી હતી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામની વાઈલ્ડ હેવન ટેન્ટ રિસોર્ટ નજીક આજરોજ મહાકાય અજગર જોવા મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ મહાકાય અજગર નજીકનાં જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં ફરતો ફરતો વાઈલ્ડ હેવન રિસોર્ટની ખુલ્લી જગ્યામાં આવી ચડતા આ મહાકાય અજગરને ત્યાં કામગીરી કરતા શ્રમિકોએ જોઈ પાડતા દોડધામ મચી જવા પામી હતી. જોકે રિસોર્ટ સંચાલકો દ્વારા તુરંત જ શામગહાન રેંજનો સંપર્ક કરાતા શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીની વનકર્મીઓની ટીમ અને એનિમલ સેવા ગ્રુપની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.અહી વનવિભાગ અને એનિમલ સેવા ગ્રુપની ટીમે મહાકાય અજગરનું રેસ્કયુ કરી પકડી લેતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.બાદમાં વનવિભાગ અને એનિમલ સેવા ગ્રુપ દ્વારા આ મહાકાય અજગરને દૂરનાં જંગલમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુક્યો હતો..

Back to top button
error: Content is protected !!