
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

અનંત વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રીમદ નરેન્દ્રાચાર્યજીના આશીર્વાદથી રામાનંદ સંપ્રદાય ડાંગ દ્વારા માલેગામ (સાપુતારા) ખાતે આવેલ સાપ્તાહિક સત્સંગ કેન્દ્રમાં આગામી તા. 20/05/2026, બુધવારના રોજ ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત બપોરે 2:00 કલાકથી પાલખી યાત્રા, હરિપાઠ તેમજ સાંજ આરતીનું આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે નાણીજધામના જાણીતા પ્રવચનકાર કાલીદાસ ઉરાડે ઉપસ્થિત રહી ભાવિકોને આધ્યાત્મિક અને ભક્તિમાર્ગ વિષયક અમૂલ્ય માર્ગદર્શન આપશે.તેમના પ્રવચનમાં સંસારમાં રહીને ભક્તિ કેવી રીતે કરવી, ભક્તિના માધ્યમથી જીવનને ઉત્તમ અને સુખમય કેવી રીતે બનાવી શકાય તેમજ આધ્યાત્મિક જીવનશૈલીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડાંગ સહિત દૂર-દૂરથી તેમજ નજીકના નાશિક જિલ્લાથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેવાના છે.માલેગામ સેવાકેન્દ્ર તેમજ આહવા તાલુકાના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
રામાનંદ સંપ્રદાય ડાંગ તરફથી સર્વ ભાવિકોને આ ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..





