AHAVADANG

ડાંગ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને ‘સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આગામી સપ્ટેમ્બર માસમાં વલસાડ ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.

સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ, જીવનશૈલીને નજીકથી જાણવા રસ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ/બિન વિદ્યાર્થીઓ કે જેઓ સાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ, આપેલ ફોર્મમાં પોતાનું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, વાલીનું સંમતિ પત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શારીરિક તંદુરસ્તી અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ, પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો, તે અંગેનું પ્રમાણપત્ર વગેરે સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જોડી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ ૧૦૬ જૂની ટેલીફોન એક્સચેન્જ ઓફીસ, પહેલો માળ, પોસ્ટ ઓફિસની પાછળ,હાલર રોડ, તા.જિ.વલસાડ ખાતે તા. ૩૧/૮/૨૦૨૪ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતિઓને પત્ર/મોબાઈલ/E-mail દ્વારા જાણ કરવામાં આવશે. સાગરખેડૂ સાયકલ રેલી ૨૦૨૪ – ૨૫ ફોર્મ ડાઉનલોડ કરવા માટે https://drive.google.com/file/d/1nDzLBJEH-0iI81XuwhWAY0bAHLS2uLz2/view?usp=drivesdk લિંક ઉપર ક્લિક કરી ફોર્મ મેળવી શકાય છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!