
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૮ જૂન : જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છના નરેડી અને કનકપર ગામે નાના નાના ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ બાળકોની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા માટે સ્કૂલ મોનિટરીંગ કમિટીની બેઠક બોલાવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ વગેરે યોજનાના અમલીકરણની ચકાસણી જિલ્લા કલેક્ટરશ્રીએ કરી હતી. પર્યાવરણની જાળવણી માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. આ પ્રસંગે ગામના આગેવાનશ્રીઓ, જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રીઓ, તાલીમી આઈ.એ.એસ અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, અબડાસા નાયબ કલેક્ટરશ્રી કુંદન વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





