વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં અધ્યક્ષતામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બની રહે તે અંતર્ગત “ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી” કાર્યક્રમ યોજાયો..
ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દગડીઆંબા ગામે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં અધ્યક્ષતામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બની રહે તે અંતર્ગત વિલેજ વિઝિટ દરમ્યાન “ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી-કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દગડીઆંબા ગામના લોકો તથા મહિલાઓ તથા સ્કુલ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાઓએ ગામ લોકો પાસેથી પોલીસને લાગતા પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી.તેમજ હાજર ગામ લોકોને સાયબર ક્રાઇમ ગુનાઓની, તેમજ ટ્રાફીક એવરનેશ અંગેની, તેમજ નસીલા પદાર્થોના સેવનથી થતા નુકશાનો અંગે તેમજ ઘરેલુ હિંસા/112ની સુવિધા તેમજ નવા કાયદાની માહિતી તેમજ પ્રોજેકટ સંવેદના વિશે માહિગાર કર્યા હતા.જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ દ્વારા ઉપસ્થિત સ્કુલ/કોલેજોનાં વિધાર્થીઓને અભ્યાસ બાબતે માર્ગદર્શન પુર પાડ્યુ હતુ.આ કાર્યક્રમમાં હાજર ગામ લોકોને ટ્રાફિક અવેરનેસનાં તથા સાયબર કાર્યક્રમનાં જન જાગૂતિ અંગેના પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમનાં અંતે વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી સહીત પોલીસની ટીમે ઉપસ્થિત ગ્રામજનોને ચા-અલ્પાહારની વ્યવસ્થા કરી પ્રજા અને પોલીસ વચ્ચેની આત્મીયતાનો સંદેશો આપ્યો હતો.સાથે આ પહેલથી ગામડાઓમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત બન્યો છે..