AHAVADANG

એસ.એસ.માહલા કેમ્પસની યોગ્ય તપાસ કરવા અંગે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કુક્ડનખી ગામે એસ.એસ.માહલા કેમ્પસ નામની કોલેજ આવેલ છે.ત્યારે આ  એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે ગંભીર બાબતો પ્રકાશમાં આવેલ છે.જેને લઇને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ રાજ્યપાલ,મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય આદિજાતિ કમિશનર વગેરેને લેખિતમાં ફરિયાદ કરી છે. ડાંગ જિલ્લાનાં કુક્ડનખી ગામે એસ.એસ.માહલા કેમ્પસ નામની કોલેજ આવેલ છે.ત્યારે આ એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે ગંભીર બાબતો પ્રકાશમાં આવેલ છે. જે ખૂબ જ દુઃખદ બાબત છે.આ એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા સરકારનાં નાણાનો દુરુપયોગ કરવામાં આવેલ હોય તેવુ જણાઈ આવેલ છે.તેમજ ગરીબ આદિવાસી ભોળા વિદ્યાર્થીઓ સાથે અને પ્રજા સાથે દગો કરેલ છે જેથી આ સમગ્ર બાબતે  એસ.એસ.માહલા કેમ્પસ સાથે જોડાયેલ તમામ બાબતોની ઊંડાણપૂર્વક તેમજ ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે  ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે,ડાંગ IT CELLનાં પ્રમુખ મનીષભાઈ મારકણા, યુથ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ આદિજાતિ પ્રમુખ હરેશ ચૌધરી, આહવા તાલુકા કૉંગ્રેસ પાર્ટી સંગઠનનાં પ્રમુખ સુભાષભાઈ વાઘની આગેવાનીમાં એસ.એસ.માહલા કેમ્પસની તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.તેમજ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,એસ.એસ.માહલા કેમ્પસની માન્યતા કે રજીસ્ટ્રેશન બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે થયેલ કરારો બાબતે ઝીણવટ પૂર્વક તપાસ કરી તમામ સાધનીક દસ્તાવેજોની તપાસ કરવામાં આવે,એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા શરુઆતથી આજ દીન સુધી જેટલા કોર્સ ચાલે છે કે ચલાવાયેલ છે તેના તમામ વિદ્યાર્થી અને લાભાર્થીઓએ મેળવેલ ફ્રીશીપકાર્ડ અને સ્કોલરશીપ બાબતે સો ટકા રી- વેરીફિકેશન કરવામાં આવે,એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા જે જમીન ઉપર મકાન બનાવવામાં આવેલ છે તે જમીન સંપાદન બાબતે સરકારનાં નીતિનિયમો અને ધારા ધોરણો અનુસાર તમામ પ્રક્રિયાનું પાલન કરવામાં આવેલ છે કે કેમ તે તપાસવામાં આવે,એસ.એસ.માહલા કેમ્પસની સ્થાપનાથી આજ દિન સુધીમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ અને વીજ જોડાણ બાબતે સરકારનાં નીતિ નિયમો અનુસાર તમામ સંબંધિત વિભાગો પાસેથી પરવાનગી મેળવેલ છે કે કેમ તે તપાસવામાં આવે,આ મુદ્દાઓ સિવાય તંત્રને યોગ્ય લાગે તેવી બાબતો પણ ધ્યાને લઈ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.કારણ કે હાલમાં ગુજરાત રાજ્યમાં નકલી ઓફિસ, નકલી ટોલનાકા, નકલી અધિકારી, નકલી ખાદ્ય-પેદાશો અને ઉપજો બાબતે ભૂતકાળમાં આવા કિસ્સાઓ સામે આવેલ છે.પણ હવે તો આ કોલેજમાં  નકલી વિદ્યા સંકુલ અને નકલી વિદ્યાર્થી હોવાની શંકા જણાઈ આવે છે જે બાબત ધ્યાને રાખી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે..

Back to top button
error: Content is protected !!