DANGNAVSARI CITY / TALUKO

Dang:આહવાનાં એક ગામે બદકામ કરવાનાં ઇરાદાથી 11 વર્ષીય સગીરાની છેડતી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામ ખાતે 11 વર્ષીય સગીરા ખુલ્લામાં હાજતે ગઈ હતી.ત્યારે કલમવિહીર ગામનાં વ્યક્તિએ આ સગીરાને પાછળથી પકડી લઇ તેણીના કપડા ફાડી નાખ્યા હતા.અને સગીરાની છેડતી કરી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામની 11 વર્ષીય સગીર દીકરી વહેલી સવારે ઘરની સામે આવેલ જંગલમાં  કુદરતી હાજતે ગયેલ ત્યારે તેની પાસે અચાનક ચેતન બન્યાભાઈ કુંવર(રહે.કલમવિહિર,તા.આહવા જી.ડાંગ) આવી પહોંચ્યો હતો.અને તેણીની એકલતાનો લાભ લઇ સગીરા સાથે બદકામ કરવાના ઇરાદે પકડી લઈ છાતીનાં ભાગે દબાવી કપડા ફાડી નાખી છેડતી કરી હતી.ત્યારે સગીર દીકરીએ બુમાબુમ કરતા સગીરાના પરિવારના સભ્ય અને આસપાસનાં  લોકો ત્યા દોડી આવ્યા હતા.લોકોને આવતા જોઈ ચેતન બન્યાભાઈ કુંવર જંગલ તરફ નાસી છૂટયો હતો.જે બાદ સમગ્ર મામલાની જાણ સગીરાએ પોતાના પરિવારના સભ્યોને કરી હતી.ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ બનાવને લઇને આહવા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!