AHAVADANG

Dang: વઘઈ ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત જિલ્લા પોલીસનાં નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં વ્યાજખોરોની બદી નાબૂદ કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને અટકાવવાના હેતુથી વઘઈ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં લોકોને સરકારી બેન્કો તરફથી રાહતદરે લોન મળી રહે તે માટે  રાહત દરે મળતી લોનની જાણકારી આપી હતી.તેમજ ભોગ બનનારને  પોલીસ ફરિયાદ કરવા અંગે પણ સૂચના અપાઈ હતી.ડાંગ જિલ્લામાં વ્યાજખોરોની બદી નાબુદ કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સંપડાયેલા લોકોમાં ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજુઆત કરવા માટે આવી શકતા નથી. જેથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે તથા વ્યજખોરોના ત્રાસથી તેઓના અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા સામાજીક તથા આર્થિક જીવનને ફરીથી પુર્વરત કરવાનો એક નમ્ર પ્રયાસ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.આ અભિયાનના ભાગરૂપે વઘઇના કોમ્યુનિટી હોલ  ખાતે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પ્રવીણભાઈ બી. ચૌધરી સહિત બેંક ઓફ બરોડાના મેનેજર અશોકભાઈ ઈથાપે, મિત્તલભાઈ પટેલ અને સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પીએસઆઈ પ્રવીણભાઈ ચૌધરીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ વ્યાજખોરો દ્વારા હેરાન પરેશાન થઈ રહી હોય તો તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. સરકાર દ્વારા નિર્ધારિત કરેલ વ્યાજ દર કરતા વધુ વ્યાજ વસૂલવાના કિસ્સામાં પણ લોકોએ પોલીસને જાણ કરવી જોઈએ.

Back to top button
error: Content is protected !!