AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવાના ટાંકલીપાડા ગામની સીમમાં મજુર ભરેલ બોલેરો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ટાંકલીપાડા ગામની સીમમાંથી મજુર ભરેલ બોલેરો પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન બોલેરો ચાલકે પુરઝડપથી બોલેરોને હંકારતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ બોલેરો ત્યાં પલ્ટી મારી જતા,ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચતા તેમને આહવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આહવા તાલુકાના કલમવિહિર ગામ ખાતે રહેતા જ્યોતિબેન ગોવિંદભાઈ બંગાળ તેમના ગામના મજૂરોમાં 1. વિશાલભાઇ વિનેશભાઈ આહીર, 2.સુનિલભાઈ રીમાભાઈ ગાઉન્ડા, 3.કલ્પનાબેન સંતોષભાઈ ચૌધરી, 4.મોનાબેન સંતોષભાઈ બંગાળ, 5.પ્રિયંકાબેન વિલેશભાઇ આહીર સાથે કલમવિહિર ખાતે હાજર હતા.તેમજ ગડદ ગામે નવી સરકારી પ્રાથમિક સ્કુલ બનતી હોય, જેમાં મજૂરીકામ અર્થે આ મજુરોએ જવાનું હોય, જેથી આ મજુર લઈ જવાનો-લાવવાનો કોન્ટ્રાકટ પિપલઘોડી ગામ ખાતે રહેતા સુરજનભાઈ કાળુભાઈ પારંગી (  મુળ રહે. રાણપુર ગામ તા.જી.દાહોદ ) ને આપવામાં આવેલ હતો.ત્યારે  આ સુરજનભાઈ પોતાના કબજાની  મહિન્દ્રા બોલેરો મેક્ષ ગાડી રજી.નં.GJ.06.EH.4755 લઈને   કલમવિહિર ખાતે મજૂરોને લેવા માટે આવ્યા હતા.કલમવિહિર ગામના મજુરોમા પ્રદિપભાઈ વિનેશભાઈ આહીર તથા રવિભાઈ અલ્પેશભાઇ આહીર તથા સાગરભાઈ કનુભાઈ ગાંગોર્ડો તથા રવિનાબેન સતિષભાઈ ચૌધરીનાઓ ટાંકલીપાડા તથા વંજારઘોડી ગામે તેમના સગા-સબંધીના ત્યા જતા હોય, જેથી તેઓ  મજૂરો સાથે આ ગાડીમા બેસી ગયેલા,ત્યારબાદ મજૂરો મજૂરીકામ અર્થે ગડદ ગામે જવા રવાના થયેલા અને ગડદ ગામે પહોંચતા ત્યા પહેલેથી જ કલમવિહિર ગામના સુનિલભાઈ રીમાભાઈ ગાઉન્ડા તથા નિરવભાઇ ગમજભાઈ ગવળી તથા રોહીતભાઇ વિજયભાઈ ગાઉન્ડા હાજર હતા.જે બાદ આ સુરજનભાઈએ મજૂરોને  જણાવેલ કે સરકારી પ્રાથમિક સ્કુલ ગડદ ખાતે કારીગર હાજર ન હોય જેથી  ટાંકલીપાડા ગામે પ્રાથમિક સ્કુલ ખાતે કારીગર હાજર હોય અને ત્યા જવાનુ છે.એમ કહેતા મજુરો સાથે ગડદ ગામેથી બોલેરો મેક્ષ ગાડીમા બેસી ગયેલ અને કલમવિહિર ગામના મજૂરો સાથે આ સુનિલભાઈ રીમાભાઈ ગાઉન્ડા તથા નિરવભાઈ ગમજભાઈ ગવળી તથા રોહીતભાઇ વિજયભાઇ ગાઉન્ડાનાઓ પણ સાથે બોલેરો મેક્ષ ગાડીમા બેસી ગયેલ હતા. જે બાદ કલમવિહિર ગામના મજૂરો  ગડદ ગામેથી બોલેરો મેક્ષ ગાડીમા મુરમબારી, મોગરા થઈ ટાંકલીપાડા ગામે જવા માટે નિકળેલા, તે વખતે  ટાંકલીપાડા ગામ નજીક આવેલ જંગલ ખાતાના નાકા પાસે પહોંચતા આ બોલરો ચાલકે પોતાના હવાલાની મહિન્દ્રા મેક્ષ બોલેરો ગાડી  પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો પલ્ટી મારી ગયો હતો અને અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મજૂરોને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં એક મજૂર નામે નિરવભાઈ ગમજભાઈ ગવળીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને જીવન મરણનાં ઝોલા વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા.આ અકસ્માતને પગલે આહવા પોલીસ મથકે અક્સ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!