
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટેનાં ઇલેકટ્રીક વાહનો ઉપયોગી બનશે કે પછી કચરાની જેમ સડી જશે જે લોકાર્પણ કરાયા બાદ જ માલુમ પડશે..
Dang:મળતી માહિતી મુજબ 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હીજરત કરતા હોય છે.તેમજ ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સુક્કો કચરાનાં નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતનાં કેમ્પસમાં મુકતા અહીથી પસાર થઈ રહેલ લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.કેમકે ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટાછવાયા હોય રોજિંદા લીલો સુક્કો કચરો નીકળતો પણ ન હોય ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરવા માટે જ ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.હાલમાં આ તમામ નવી નકોર ઇલેક્ટ્રિક રિક્ષાઓ જિલ્લા પંચાયતનાં કેમ્પસમાં પાર્કિંગ કરી દેવામાં આવી છે.ત્યારે આવનાર દિવસોમાં આ કચરા નિકાલ માટેની રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવનાર છે.તેવામાં પ્રશ્ન એ ઉદભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મકાન સહીત અગાઉ અપાયેલ ટેન્કરોનું મેન્ટનેન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રિક રીક્ષાનું મેન્ટનેન્સ કઈ રીતે કરશે તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના આંતરિયળ વિસ્તારોમાં આવેલ ગ્રામ પંચાયતોને સ્વભંડોળ ન હોય માત્ર સરકારી અનુદાન પર જ મદાર રાખવુ પડે છે.ત્યારે કરોડોનાં ખર્ચે ગ્રામ પંચાયતોને ફાળવેલ ઇલેક્ટ્રિક કચરા નિકાલ માટેનાં રીક્ષાને ગ્રૂપ ગ્રામ પંચાયત કેવી રીતે નિભાવશે તે એક પ્રશ્ન છે.તેમજ કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો હાલ વિભાજીત થતા ત્યા વહીવટદાર દ્વારા જ કાર્યભાર થતો હોય સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ થયો હોવાનો રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.તેવા સંજોગોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો મનસ્વી વહીવટ સાથે ડાંગ જેવા ગામડાઓમાં ભીનો સુક્કો કચરા માટે કરોડો રૂપિયાનો ધુમાડો થયો હોય તેની તટસ્થ તપાસ થાય તે જરૂરી બની ગયુ છે.





