BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકામાં ગુરૂપુર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરૂ વંદના કરાઈ.

કાંકરેજ તાલુકામાં ગુરૂપુર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરૂ વંદના કરાઈ.

કાંકરેજ તાલુકામાં ગુરૂપુર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરૂ વંદના કરાઈ.

સમગ્ર ભારતવર્ષમાં આજે ગુરૂ પુર્ણિમાના પાવન દિવસની ધામ ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસને વ્યાસ પુર્ણિમાના દિવસ તરીકે મનાય છે.ત્યારે આજે અષાઢ સુદ-૧૫ ને ગુરૂવાર તા.૧૦/૭/૨૦૨૫ના રોજ સવારે કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરામાં આવેલ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદીર ઉપરાંત શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિર ઉણ, સંતશ્રી સદરામ આશ્રમ ટોટાણા, શિરવાડા,  દેવ દરબાર જાગીરમઠ, કેવળપુરી બાપુની થળી જાગીર મઠ,સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરમાં દર વર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરૂપુર્ણિમા ની ઉજવણી કરાઈ હતી.કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગર માં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભારત ભરમાંથી હજારો પરિવાર દર્શનાર્થે પધાર્યા હતા.બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરીબાપુની સમાધિસ્થાને શાસ્ત્રી નરેશભાઈ બી.જોષી (થરેચા)ના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના વરદ હસ્તે ગુરૂપુજન,આરતી-પૂજન,ફુલહારથાળ ધરાવી વગેરે ધામધુમપુર્વક કરી ગુરૂજનોના આર્શિવચન મેળવી અને ૠણ અદાકરી નત મસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.ઘનશ્યામપુરીજીબાપુને સાગનું મોટુ સિંહાસન ટોળીયા ગોપાલભાઈ કાનાભાઈ-લાલપુર મોડાસા હાલ અમરભારથી સંસ્થા,ઝાપડા નવઘણભાઈ લક્ષ્મણભાઈ સરખેજ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.હાજાભાઈ ધારાભાઈ ધ્રાંગીયા હેબતપુરા તરફથી આજના પ્રસંગે બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવેલ.આ અવસરે પધારેલ સમસ્ત ભવિકભક્તોને પ.પૂજ્ય મહંતશ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ,સંતશ્રી કેદારપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ,સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ,સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ,રોહિતપુરી ગુરૂશ્રી કાર્તિકપુરીજી બાપુ, પ્રતાપપુરીબાપુ ગુરૂશ્રી કેદારપુરીજીબાપુ, રણછોડપુરી ગુરૂશ્રી ભરતપુરીબાપુ,રતનપુરી ગુરૂશ્રી કેદારપુરીબાપુએ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,કોર્પોરેટર રાયમલભાઈ ચૌધરી,નિરંજનભાઈ ઠક્કર, શિક્ષક હેંગાભાઈ ભરવાડ, ભલાભાઈ ભરવાડ, ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,જેન્તીભાઈ રાવળ (હલો) સહીત દરેક ભરવાડ સમાજ તેમજ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરના સંતશ્રી સોહમરામબાપુએ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.દર્શન કરી અને ભોજન પ્રસાદ લઈ સૌએ ધન્યતાં અનુભવી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!