ડાંગ જિલ્લાનાં ચીખલી રેંજનાં વનકર્મીઓની ટીમે ખાપરી જંગલ વિસ્તારમાંથી તસ્કરી કરાઈ રહેલ સાગી ચોરસાનો જથ્થો ઝડપી પાડ્યો..
ડાંગનાં ચીખલી રેંજનાં વનકર્મીઓની ટીમે શંકાનાં આધારે પાંચ જેટલા યુવાનોને રેંજ કચરી ખાતે પકડી લાવતા સુંદા, ગોળસ્ટા અને ખાપરી ગામનાં ગ્રામજનોએ રેંજ કચેરી ખાતે ઘેરાવો કરતા વાતાવરણ તંગ બન્યુ હતુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
1.014 ઘન મીટર જેની અંદાજીત કિંમત 36 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં વન વિભાગે લાકડાનો જથ્થો કબ્જે કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમ્યાન ચીખલી રેંજનાં વનકર્મીઓની ટીમે શંકાનાં આધારે સુંદા, ગોળસ્ટા અને ખાપરી ગામનાં પાંચ જેટલા યુવાનોને પકડી રેંજ કચરી ખાતે લાવ્યા હતા.જેની જાણ આ ગ્રામજનોને થતા તેઓએ ચીખલી ખાતે પોહચી રેંજ કચેરીનો ઘેરો ઘાલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સાથે વાતાવરણ તંગ બનતા વનવિભાગની ટીમે રેંજ કચેરીનાં ગેટને તાળું મારી લોકોની પ્રવેશબંધી કરી હતી.અહી ખાપરી અને સુંદા ગામનાં આદિવાસી યુવાનોને લાકડા ચોરીનાં આરોપ સર વન વિભાગે અટક કરતા ગ્રામજનો અને વન કર્મીઓ આમને સામને આવ્યા હતા.તેમજ ઘોઘલી ગામનાં સરપંચ નરેશભાઈ ભોયેએ ચીખલી રેંજ કચેરી ખાતે પોહચી વન અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.




