AHAVADANG

ડાંગમાં ‘ઉલગુલાન’મહાનાયક ભગવાન બિરસા મુંડાના ૧૨૫માં શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે બિરસા મુંડા સર્કલ પર આજે ‘ઉલગુલાન’ મહાનાયક ભગવાન બિરસા મુંડાના ૧૨૫મા શહીદ દિવસની શ્રદ્ધાંજલિ રૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બિરસા મુંડા ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી સમિતિ – ગુજરાત દ્વારા કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.સુબીર ચાર રસ્તા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી આંદોલન અને તેના મહાન નાયકો જેવા કે બિરસા મુંડા, ટાંટ્યા મામા, કાનુ સિદુ, પોટો હો, વગેરેના જીવન અને સંઘર્ષને દર્શાવતી એક ફોટો પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉત્સાહભેર નિહાળી હતી.

આ કાર્યક્રમ દરમિયાન, સમિતિના સભ્યો રઘુનાથ બાગુલ અને ઉમેશ ગાયકવાડ સહિતના આગેવાનોએ બિરસા મુંડાના ‘ઉલગુલાન’ આંદોલન અને આદિવાસી સમાજ માટેના તેમના બલિદાન વિશે ઓજસ્વી વક્તવ્ય આપ્યા હતા.તેમણે યુવાનોને બિરસા મુંડાના આદર્શોમાંથી પ્રેરણા લેવા અને સમાજ ઉત્થાન માટે કાર્ય કરવા હાકલ કરી હતી.આ કાર્યક્રમના અંતે, ‘બિરસા મુંડા અમર રહો’ ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ, જે શહીદ વીર પ્રત્યેની લોકોની અદમ્ય શ્રદ્ધા અને ભાવનાને દર્શાવતુ હતુ. આ ઉજવણીએ ભગવાન બિરસા મુંડાના આદર્શો અને તેમના બલિદાનને ફરી એકવાર યાદ અપાવ્યા હતા..

Back to top button
error: Content is protected !!