
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં દેવીપાડા ગામની સીમમાં કાર ચાલકે પોતાના કબજાની કાર પરથી કાબૂ ગુમાવતા ટ્રકને ટક્કર મારી દીધી હતો.ત્યારે અકસ્માત સર્જાતા ટ્રકને તથા કારને નુકશાન થયુ હતુ.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દેવીપાડા ગામની સીમમાં વઘઈ થી સાપુતારા રોડ ઉપર હનુમાન મંદિર પાસે એક ટેરાનો એક્સયુ ડી.સી. ટી. કાર રજી. નં.GJ -05-JK-5640 ના ચાલકે પોતાના કબજાની કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.અને ફકીરમામદ સુલેમાન હોથી (રહે. ગળપાદર તા.ગાંધીધામ જી.કચ્છ ) ની ટ્રક નં.GJ -12-AW-9220 ના આગળના ભાગે કાર ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં કારના આગળના બોનેટ ના ભાગે નુકસાન થયુ હતુ.તથા ટ્રક આગળના ભાગે આવેલ હેડ લાઈટ તથા બમ્પરને નુકશાન પહોંચ્યુ હતુ.તેમજ કારમાં બેસેલ વ્યક્તિઓને પણ શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી.જ્યારે બીજા બનાવમાં ચીખલદા નજીક દૂધનો જથ્થો ભરેલ પિકઅપ ટેમ્પો પુલની સંરક્ષણ દીવાલ પર ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજરોજ મળસ્કે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દૂધનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ પિકઅપ ટેમ્પો.ન.એમ.એચ.17.સી.વી.2629 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ચીખલદા-દાબદર ફાટકની વચ્ચે આવેલ પુલની પાકી બનાવેલ સંરક્ષણ વોલ પર ચડી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ટેમ્પો સંરક્ષણ વોલ પર અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ટેમ્પોને જંગી નુકશાન થયુ હતુ.હાલમાં આ બન્ને બનાવ સંદર્ભે પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..





