
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી પાઈપનો જથ્થો ભરી મુન્દ્રા ગાંધીધામ તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.12.બી.વાય.9920 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક બેકાબુ બની માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહીત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં નાસિક તરફથી સૂરત તરફ જઈ રહેલ ખાલી ટ્રક.ન.સી.જી.04.ક્યુ.એફ.2113 જેનો પણ સાપુતારા ગણેશ મંદિર નજીક બ્રેક ફેઈલ થતા બેકાબુ બની તેનુ બોનેટ માર્ગમાં જ ફરી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.અહી સામેથી કોઈ બીજુ વાહન ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી.આ બનાવમાં ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..




