AHAVADANG

વઘઈ તાલુકાનાં ધુલદા ગામે બોલેરો ગાડીએ મોટરસાયકલ ચાલકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ધુલદા ગામે બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા સામે થી આવતી મોટરસાયકલને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દીવાનટેમ્બરૂન ગામ ખાતે રહેતા કૈલાશભાઈ રામદાસ ભાઈ પવાર એ પોતાના કબજાની સાઈન મોટર સાયકલ રજી. નં.GJ -30-E-9881 પર સવાર થઈને પાંચેક દિવસ પહેલા જ બારડોલી સુગર ફેક્ટરીમાં તેમના કામ અર્થે ગયા હતા. ત્યારે તેઓ બારડોલીથી પોતાના પિયર હનવતપાડા પરત ફરી રહ્યા હતા. તે વખતે મહાલથી બરડીપાડા રોડ ઉપર આવતા ધુલદા ગામના ફાટક પાસેથી પસાર થતી વેળાએ સામેથી આવતી બોલેરો ફોર વ્હીલર ગાડી નં. GJ-15-V-2702 ના ચાલકે તેના હવાલાની બોલેરો ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કૈલાશભાઈની મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કૈલાશભાઈ ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતને લઈને કૈલાશભાઈનાં પત્ની ઉર્મિલાબેન દ્વારા સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!