
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં ઊંડાણમાંથી પ્રકૃતિએ ફરી એક નવો ખજાનો બહાર કાઢ્યો હોય તેવુ જણાઈ રહ્યુ છે. અહીં ‘આપણું દક્ષિણ ગુજરાતનાં પ્રકૃતિ પ્રેમી ગ્રુપ દ્વારા એક નવી જાતની ક્રેન ફ્લાય શોધી કાઢવામાં આવી છે.આ ક્રેન ફ્લાય મચ્છર જેવી દેખાતી હોવા છતા તે મચ્છર નથી. પરંતુ પર્યાવરણ અને ઇકોસિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી છે.”આપણુ દક્ષિણ ગુજરાત”નું પ્રકૃતિ પ્રેમી ગ્રુપ દક્ષિણ ગુજરાતના પર્યાવરણ અને જૈવ વિવિધતાનું સંશોધન કરે છે.આ ગ્રુપના સભ્યો વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ કરે છે.અને તેના વિશે લોકોને જાગૃત કરે છે. ત્યારે આ વિશે ગ્રુપના અમિતભાઈ રાણા જણાવે છે કે, “સાપુતારાની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું અભ્યાસ કરતી વખતે અમારું ધ્યાન આ વિશેષ પ્રકારના જંતુ પર ગયુ.આ જંતુ મચ્છર જેવો દેખાતો હોવા છતા તે કરડતો નથી અને મનુષ્યો માટે હાનિકારક પણ નથી. તેનાથી વિપરીત તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.”ક્રેન ફ્લાય એક લાંબી અને પાતળી પગવાળી માખી જેવો જંતુ છે. તે ટિપુલિડે કુટુંબમાંથી આવે છે અને વિશ્વભરમાં તેની 15,000 થી વધુ પ્રજાતિઓ છે.આ જંતુનો જીવનકાળ ખૂબ જ ટૂંકો હોય છે.અને તે મુખ્યત્વે ભીના અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે.ક્રેન ફ્લાય પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે.તે ઘણા પ્રાણીઓ માટે ખોરાકનો સ્ત્રોત છે.આ ઉપરાંત, તે ક્ષીણ થતા કાર્બનિક પદાર્થોને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.સાપુતારામાં આવી નવી જાતની ક્રેન ફ્લાય મળી આવવી એ સાબિત કરે છે કે સાપુતારાની જૈવ વિવિધતા કેટલી સમૃદ્ધ છે.આ વિસ્તારમાં હજુ પણ ઘણી બધી નવી જાતિઓ શોધવાની બાકી છે.ગિરિમથક સાપુતારાનાં પ્રાકૃતિક ખજાનામાંથી પર્યાવરણને ઉપયોગી એવી ક્રેન ફ્લાય મળી આવતા આવનાર સમયમાં ઈકો સિસ્ટમ જળવાશેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..





