AHAVADANG

ડાંગ જિલ્લામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી સંદર્ભે પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તારીખ ૧૪મી ઓગસ્ટ અખંડ ભારતના વિભાજનમાં અસરગ્રસ્ત લોકોની વેદનાને દર્શાવવા માટે, જિલ્લાની લીડ ડિસ્ટ્રિક્ટ બેંક એવી બેંક ઓફ બરોડા-આહવા શાખા દ્વારા, તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન, સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી, એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બરોડા બેંકનાં મેનેજર શ્રી પ્રિયરંજન ભોલા દ્વારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકનાં કર્મચારીઓ સહિત આહવાનાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ના રોજ લાલ કિલ્લા ખાતેથી, પોતાના ભાષણમાં ૧૪મી ઓગસ્ટને “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. જેનાં અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા, ૧૪મી ઓગસ્ટને ધ્યાને લઇ, શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વિભાજન સમયે અનુભવાયેલી ભયાનક વેદનાને પ્રકાશમાં લાવવા માટે, ૧૪મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાની લીડ ડિસ્ટ્રિક્ટ બેંક, બેંક ઓફ બરોડા, આહવા શાખા દ્વારા આ ત્રણ દિવસો દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેનો સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!