GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૫” નો શુભારંભ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૫ ની શરૂઆત કરવામાં આવનાર છે. ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતિને ટકાવી રાખવાની કામગીરી સહિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ અંગેના વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવાની સાથે સાર્વત્રિક રીતે ગામ સ્વચ્છ બને અને ODF Plus Model નો દરજ્જો મેળવેલ છે, તેવા ગામોમાં ભારત સરકાર દ્વારા નિયુકત કરવામાં આવેલી એજન્સી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડતા નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું ગ્રામ્ય કૌટુંબિક અને જાહેર સ્તરે સર્વગ્રાહી મુલ્યાંકન હાથ ધરવામાં આવનાર છે.

પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ હેઠળ હાથ ધરવામાં આવનાર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૫ અંતર્ગત સર્વેક્ષણ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર, વ્યકિતગત શૌચાલય, સામુહિક શૌચાલય અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત લઈ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી ઓનલાઈન ગુગલમીટ દ્વારા સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. જેમાં તાલુકા કક્ષાના તમામ સ્ટાફને આ બાબતની માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા છે.

વધુમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૫ હેઠળ સીટીઝન ફીડબેક હેઠળ ગ્રામ્ય કક્ષાએ મુલ્યાંકન હાથ ધરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણની એપ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા ગ્રામ્ય કક્ષાએથી ગ્રામજનો દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએ થયેલ કામગીરીના ફીડબેક આ એપ દ્વારા આપી શકાશે.

 

Back to top button
error: Content is protected !!