GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનાના લેબર ક્વાર્ટરના પાણીના ટાંકામાં ડુબી જતાં યુવકનું મોત
MORBI:મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનાના લેબર ક્વાર્ટરના પાણીના ટાંકામાં ડુબી જતાં યુવકનું મોત
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલના લેબર ક્વાર્ટરમાં આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રામપ્રવેશ મોહનભાઈ ઠાકુર (ઉ.વ.૧૯) રહે. અંબાણી પેપર મીલના લેબર ક્વાર્ટરમાં ઉંચી માંડલ ગામની સીમ તા.જી. મોરબીવાળો યુવક અંબાણી પેપર મીલના લેબર ક્વાર્ટરમાં આવેલ પાણીના ટાંકામાં કોઈપણ કારણોસર અંદર પડી જતા પાણીમાં ડૂબી જતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી રામપ્રવેશ નામના યુવકને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.