AHAVADANG

DANG: આંદોલનના અંતર્ગત સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર અચોક્સ મુદત માટે ઠપ્પ થઈ જવા પામ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી નાસિકને જોડતા ઉંમરપાડા RTO ચેકપોસ્ટ ખાતે પેસા કાયદા અંતર્ગત વિવિધ માંગણીઓ માટે રસ્તા રોકો આંદોલન છેડી સતત વાહન વ્યવહારથી ધમધમતો સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર અચોક્સ મુદત માટે ઠપ્પ થઈ જવા પામ્યો છે..
મળતી માહિતી મુજબ એક તરફ સુપ્રીમ કોર્ટમાં પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલીયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાનાં વિરોધમાં આદિવાસી સમાજે ભારતબંધનું એલાન કર્યુ હતુ.તો બીજી તરફ મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જે.પી ગાવિત દ્વારા સુરગાણા અને આસપાસના વિસ્તારના સમગ્ર આદિવાસી આદિવાસીઓ વતી 21મી ઓગસ્ટથી સાપુતારાથી મહારાષ્ટ્રનાં નાસિકને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ઉંબરપાડાના દિગર ટોલનાકા ખાતે સવારે અગિયાર વાગ્યાથી અચોક્કસ મુદ્દતનું ચક્કાજામ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.મહારાષ્ટ્રમાં પેસા સેક્ટરની 17 કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતા મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તે જગ્યાઓ ભરી રહી નથી. ઘણા લાયક યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ સાથે વિરોધ કરી રહ્યા છે.પરંતુ સરકાર આ આંદોલનને ગંભીરતાથી લેતી ન હોવાથી આંદોલનમાં ભાગ લેનાર ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં રોષ છે.

ઘણા રાજકીય પ્રતિનિધિઓએ આ ચળવળમાં ભાગ લીધો હતો અને તેમનું સમર્થન દર્શાવ્યું હતું. 21મી ઓગસ્ટે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ ચક્કા જામ જોવા મળ્યા હતા.આજે ચક્કાજામમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે.તેવીજ રીતે આજરોજ સુરગાણા તાલુકાનાં બોરગાવ,સુરગાણા, પલાસણ ઉમ્બરથાન બા-હે સરદ ખાતે હાટ બજારો સખ્ત રીતે બંધ રાખવામાં આવ્યા છે.તેમજ તાલુકામાં હોસ્પિટલ સિવાય સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે.આ સમયે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.અહી માજી ધારાસભ્ય જે.પી ગાવીતે જણાવ્યુ હતુ કે સરકારે PESA એક્ટ હેઠળની 17 કેડરમાં લાયકાત મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર માટે કાયમી ધોરણે જોડવા જોઈએ, PESA વિસ્તારમાં જંગલ જમીન કાયદાનો કડક અમલ કરવો જોઈએ, PESA કાયદામાં આદિવાસીઓ માટેની તમામ જોગવાઈઓ અને છૂટછાટોનો અમલ આદિવાસી લાભાર્થીઓને તાત્કાલિક કરવો જોઈએ.વધુમાં મહારાષ્ટ્ર રાજ્યના ઉંબરપાડા ખાતે ચક્કાજામને પગલે સાપુતારા એસટી ડેપો પર ગુજરાત એસટી નિગમની મહારાષ્ટ્રમાં અવર જવર કરતી એસટી બસના પેંડા થંભી જતા મુસાફર અટવાયા હતા.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય  ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે તેવુ જાણવા મળી રહ્યું છે.ત્યારે 21 મી ઓગષ્ટ ભારત બંધનાં એલાનની સાથે સાપુતારાથી નાસિકને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ચક્કાજામ કરવામાં આવતા ગુજરાત એસટી નિગમની ગુજરાતમાંથી વણી, સપ્તશૃંગી ગઢ, કળવણ , નાસિક ,શિરડી, પુણા તરફ જતી એસટી બસોના પૈડા સાપુતારા એસટી ડેપો ખાતે થંભી જતા મુસાફર અટવાયા હતા.

Back to top button
error: Content is protected !!