વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આશા સંમેલનની સાથે ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ યાજાયો.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનની ઉપસ્થિતિમાં આશા ફેસીલીટેટર સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું હતું. સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ પણ યાજવામાં આવ્યો હતો.
ડાંગ જેવા દુર્ગમ પ્રદેશના લોકોની સેવા કરતાં આશા સહિતના આરોગ્ય કર્મીઓનુ, સાચા અર્થમા સન્માન કરવાનો અવસર એટલે “આશા સંમેલન” તેમ જણાવતા, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આશા બહેનોએ કોરોના કાળમા ઉત્કૃષ્ઠ કામગીરી કરી લોકોને જાગૃત કર્યા હતાં તેમ જણાવ્યુ હતુ.
આરોગ્ય સેવાઓ અને ગામના લોકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતા આશા ફેસીલીટેટર, એ પ્રજા અને પ્રશાસનની ‘આશા’ ઉમ્મીદ છે તેમ જણાવતા પ્રમુખશ્રીએ ગામ વચ્ચે જ રહીને, ગ્રામીણજનોની આરોગ્ય સુખાકારી માટે સંવેદના સાથે સતત ચિંતા કરતી આશા ના ખભે, તંદુરસ્ત સમાજ નિર્માણની જવાબદારી રહેલી છે. જે તેઓ સુપેરે નિભાવી રહી છે તેમ ઉમેર્યુ હતુ.
માતા અને બાળ મરણ રોકવા તેમજ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નાની ઉમરે લગ્ન કરતાં અટકાવવા ખૂબ જ જરૂરી છે. જે માટે ગ્રામજનોને જાગૃત કરવા માટે આશા બહેનોની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જતી હોય છે તેમ આહવા તાલુકા પંચાયના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચોધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું. સાથે જ સરકારી યોજના અને આરોગ્યની યોજનાઓનો લાભો લેવાં માટે ગ્રામજનો પાસે યોગ્ય પ્રમાણે તમામ દસ્તવેજો હોય તે જરૂરી છે. જે માટે લોકોને જાગૃત કરવા શ્રી ચોધરીએ આશા બહેનોએ અનુરોધ કર્યો હતો.
આરોગ્ય અને લોકો વચ્ચે જોડતી કડીનું નામ આશા છે. જે માટે ડાંગ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્ય બાબતે સઘન મહેનત કરીને કામ કરી રહી છે જે ખૂબ જ સરાહનીય બાબત છે. તાજેતરમાં એસ્પિરેશનલ બ્લોક સુબિરમાં આરોગ્યના ઇન્ડિકેટરસ સોથી વધુ આવેલ છે જેનો શ્રેય આશા બહેનોને જાય છે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકરીશ્રી ડૉ હિમાંશુ ગામતે આ પ્રસંગે જણાવ્યું હતું.
આ સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોચે તે માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા, જિલ્લા અને તાલુકા પંચાયતના પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે, સરકારી યોજનાઓની જાણકારી આપવા તેમજ લાભાર્થીઓને યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય વિભાગની યોજનાકીય જાણકારી અંગેના વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, રાષ્ટ્રિય પરીવાર નિયોજન કાર્યક્રમ, નમો લક્ષ્મી યોજના, આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહીતી આપી આ તમામ આરોગ્યની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા જન પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
આશા સંમેલનમાં National institute of open schooling (NIOS) દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૪ માં લેવાયેલ આશા સર્ટિફિકેશન પરીક્ષામાં ડાંગ જિલ્લાની ઉત્તિર્ણ થયેલ આશા બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં રાજ્ય અને જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવનાર જ્યોત્સનાબેન શેન્ડે, જિલ્લામાં દ્વિતીય રેન્ક મેળવનાર મીનાબેન ગાવિત, તૃતીય રેન્ક મેળવનાર રીટાબેન બાગુલ અને હર્ષનાબેન ચોર્યાને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. સંસ્થાકિય સુવાવડ, કુંટુંબ કલ્યાણ, PMJAY, સંપૂર્ણ રસીકરણ, PNC તપાસ, તેમજ અતિ જોખમી સગર્ભા માતાની ડિલિવરીના કેસમાં હોસ્પિટલમાં સાત દિવસ રોકાણ જેવી વિવિધ સારસંભાળ અને આરોગ્યની પ્રવૃત્તિઓ કરનાર આશા બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. આહવા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા મયનાબેન બાગુલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચોધરી, આહવા તાલુકા આરોગ્ય અધિકારી અનુરાધા ગામીત, તેમજ ડૉ . દિલીપ શર્મા, ડૉ. સતીષ પટેલ, ડૉ. રેણુકા ચોધરી, ડૉ. નીરજા પટેલ સહિત મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહી હતી.