GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: તા.૨૧ મીએ સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન વ્યકિતઓ માટે આ કેમ્પ તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કાલિયાવાડી, નવસારી ખાતે વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે. આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર, કબજીયાત, કપવાત, વાયુના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, અનિદ્રા, યાદશકિત ઘટવી, નબળાઇ વગેરેની તપાસ કરવામાં આવશે. નવસારી જિલ્લાના સિનિયર સિટીઝનને આ કેમ્પનો લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




