Rajkot: વડનગરના આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવા ‘Shravanotsav@Vadnagar’ રીલ સ્પર્ધાનો દ્વિતીય તબક્કો આજથી શરૂ

તા.૬/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ સુધી યોજાનારી સ્પર્ધામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ પણ ભાગ લઈ શકશે
Rajkot: વડનગરના સમૃદ્ધ અને આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે વિશ્વ સમક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા આજથી ‘Shravanotsav@Vadnagar’ રીલ સ્પર્ધાના દ્વિતીય તબક્કાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રથમ સપ્તાહમાં ‘અનંત અનાદિ વડનગર’ થીમ પરની સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે આ બીજા સપ્તાહમાં ‘Shravanotsav@Vadnagar’ થીમ હેઠળ રીલ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધા તા. ૦૬ ઓગસ્ટથી શરૂ થઈને તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલશે. નાગરિકો ઉપરાંત સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે.
સ્પર્ધકોએ નિયત થીમ પર આધારિત સર્જનાત્મક રીલ બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ એકાઉન્ટ પર પબ્લિક પોસ્ટ કરવાની રહેશે. ત્યારબાદ તે પોસ્ટની લિંક MyGov Gujarat પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે.
સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ કળાત્મક પ્રદર્શન કરનાર વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. ૩૧ હજાર, દ્વિતીય વિજેતાને રૂ.૨૧ હજાર તથા તૃતીય વિજેતાને રૂ. ૧૧ હજારનો પુરસ્કાર પ્રાપ્ત થશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા તથા લિંક સબમિટ કરવા માટે આજે જ સત્તાવાર લિંક https://gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition ની મુલાકાત લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.



