AHAVADANG

આહવા ખાતે મહિલાઓએ દશામાંના વ્રતની ભવ્ય ઉજવણી કરી; શિવ મંદિરોમાં બહેનોની ભારે ભીડ જામી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ વઘઈ ખાતે ‘દશામાં’ના વ્રતની દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અને દશામાંના ઉપવાસને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિમય માહોલમાં આહવા સ્થિત પવિત્ર શિવ મંદિર ખાતે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી.આ વ્રતમાં રાજસ્થાની સમાજની મહિલાઓ સહિત સ્થાનિક મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. દશામાં ની પૂજા-અર્ચના કરી રહેલી બહેનોએ ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા અને દશા માતાજીની આરાધના કરી હતી. આહવાની આ મહિલાઓ શોલે શણગાર કરી પૂજા સાહિત્ય સાથે મંદિરે પહોંચી ‘મા દશામાં’ પાસે પરિવારની સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આહવાના શિવ મંદિર ખાતે દર વર્ષે દશામાંના વ્રત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ વખતે પણ વહેલી સવારથી જ ભજન-કીર્તન અને પૂજા-પાઠથી વાતાવરણ ભક્તિમય બન્યો હતો…

Back to top button
error: Content is protected !!