કવાંટ ખાતે યોજાયેલ ગેરના મેળામાં પરંપરાગત નાટય-સંગીત થકી લોકોને મતદાન અંગે જાગૃત કરાયા.
પરંપરાગત પોશાકમાં રજૂ થયેલી કૃતિઓએ અનેરું આકર્ષણ જમાવ્યું.
છોટાઉદેપુર જિલ્લાના લોકોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત કવાંટ ખાતે યોજાયેલ પ્રસિદ્ધ ગેરના મેળામાં સ્થાનિક આદિવાસી લોકો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી પરંપરાગત પોશાક, ઢોલ, સંગીત વાદ્ય સાથે નાટક-નૃત્ય રજૂ કરીને લોકોને મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર, કવાંટ મામલતદારશ્રી સહિત અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.