
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવાના હિલટોપ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ભાડેથી રહેતા ઇન્ડિયન પેટ્રોલ પંપના મેનેજરના મકાનમાંથી દિવસના કલેક્શનનાં ૨.૪૭ લાખ રૂપિયાની ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાઇ ગયો છે.જોકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.હાલમાં આહવાના હિલટોપ સોસાયટીમાં ભાડાના રહેણાંક મકાનમાં રહેતા વિષ્ણુભાઈ અજુભાઈ ચૌધરી (મૂળ રહે. રાફુ ગામ તા.સમી જી.પાટણ) એ આહવા ખાતે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે.ત્યારે આ મેનેજર રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે નોકરી પુરી કરી ઈન્ડીયન પેટ્રોલ પંપના આખા દિવસના કલેક્શનમાથી રૂ.૨,૪૭,૦૦૦ રૂપીયા ઈન્ડીયન પેટ્રોલ પંપના કેશીયર રાકેશભાઈ સુરેશભાઈ દેશમુખ પાસેથી લઈને સાથેના કર્મચારી ભાવેશભાઈ સાથે હીલટોપ સોસાયટી ખાતેના રૂમ ઉપર ગયેલ હતા અને આ કુલ રૂ.૨,૦૭,૦૦૦/- મેનેજર એ તેની બેગમાં મુકેલ હતા. જે બેગ તેણે પોતાના રૂમમા મુકેલ હતી. અને આ બંને બંન્ને જણા જમીને ઉધી ગયેલ હતા. અને બીજા દિવસે તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના સાતેક વાગ્યાના સુમારે ઉઠેલ હતો અને તેમની સાથેના ભાવેશભાઈ તેમની નોકરી ઉપર જતા રહેલ હતા. અને મેનેજર આશરે આઠેક વાગ્યાના સુમારે નોકરી ઇન્ડીયન પેટ્રોલ પંપ ઉપર ગયેલ તે વખતે રૂપીયા બેગમા હતા. જે બેગ મેનેજર રૂમમાં જ મુકી ગયેલ હતો. તે વખતે રૂમ ઉપર કોઈ હાજર ન હતું અને સાડા આઠેક વાગ્યાના સુમારે મેનેજર સાથે રૂમમા રહેતા પ્રકાશભાઇ જોષી તથા વિનોદભાઈ જોષી એ તેમની નોકરી પુરી કરી રૂમ ઉપર ગયેલ હતા.ત્યારબાદ સાંજે આશરે પાંચેક વાગ્યાના સુમારે મેનેજર સાથેના ભાવેશભાઈ ચૌધરી રૂમ ઉપર ગયેલ હતા. તે વખતે તેઓએ મને ફોન કરીને જણાવેલ કે, રૂમમા ચોરી થયેલ છે અને બધી બેગો રૂમની બહાર પડેલી છે અને પ્રકાશભાઈ જોષી તથા વિનોદભાઈ જોષી એ રૂમમા અંદરના ભાગે આરામ કરે છે તેવી હકીકત જણાવતા મેનેજર ઇન્ડીયન પેટ્રોલ પંપ ઉપરથી નિકળી રૂમ પર ગયેલ અને તે વખતે મેનેજર એ જોયેલ તો રૂમની બહારના ભાગે બધી બેગો પડેલી હતી .જેથી મેનેજર એ પોતાની બેગમા મુકેલ રૂ-૨,૪૭,૦૦૦/- જોતા બેગમા જોવા મળેલ નહી. અને બેગમાં મુકેલ રૂપિયા ચોરી થયેલાનું જણાઇ આવ્યું હતુ.આ બનાવને પગલે મેનેજર એ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં આહવા પોલીસની ટીમે ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..



