લીમ્બચ માતાજી મંદિર સમાજવાડી ખાતે આજે અડાઠમ જથ નાયી કેળવણી મંડળ ના નેજા હેઠળ ચોવીસમો સમૂહલગ્નૌત્સવ યોજાયો હતો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીમ્બચ માતાજી મંદિર સમાજવાડી ખાતે આજે અડાઠમ જથ નાયી કેળવણી મંડળ ના નેજા હેઠળ ચોવીસમો સમૂહલગ્નૌત્સવ યોજાયો હતો.જેમા પંદર જેટલા લગ્નવાચ્છુ યુવા યુવતીઓ લગ્ન ગ્રંથીથી વિધિવિધાન મુજબ જોડાયાં હતાં. લગ્ન ગ્રંથીથી જોડાનાર તમામને સમૂહલગ્ન સમિતિ દ્વારા સરકાર દ્વારા મળતા લાભો લગ્ન નું પ્રમાણપત્ર અને અન્ય સહાયના ફોર્મ પણ ભરાયા હતા.તેમજ સમાજના દાતાઓ દ્વારા કન્યાદાન માટે આપેલ ભેટસોગાદો પણ તમામ ને આપવામાં આવી હતી. સમાજના પ્રમુખ બી.ટી.શર્મા ઉપપ્રમુખ વિનુભાઈ નાયી મંત્રી જશુભાઇ નાયી સહિતના હોદ્દેદારો સમૂહલગ્ન સમિતિ ના હોદ્દેદારો દ્વારા તમામ વ્યવસ્થા સુંદર રહેવા પામી હતી.સમૂહલગ્નૌત્સવ ના ભોજન પ્રસાદના દાતા કાબોદરા ગામ સમસ્ત વતી અરવિંદભાઈ તેમજ દાતા ધવલભાઈ નાયી સહિતના કાબોદરા ગામના નાયી પરિવારોને સમાજ દ્વારા સન્માનિત કરાયા હતા.અન્ય દાતાઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો. સમાજવિકાસ શિક્ષણ અને કેળવણી વિકાસની વાતો મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી.જૂના નવા તમામ હોદ્દેદારો નો સમાજે આભાર માન્યો હતો..



