
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં BAMS,BHMS,BUMS ડોકટરોને પ્રેક્ટિસ કરતા ન અટકાવવામાં આવ તે માટે ડાંગ જિલ્લા આયુષ ડૉક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી..
ડાંગ જિલ્લા આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત ક્લિનિક્સ અને હોસ્પિટલના રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરો BAMS,BHMS,BUMS ડોક્ટરોને પ્રેક્ટિસ કરતા અટકાવવામાં ન આવે તે માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સહીત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. ડાંગ જિલ્લાનાં આયુષ જનરલ ડોક્ટરોની રજુઆતો મુજબ કલીનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અંતર્ગત તમામ ડોક્ટરો જે કિલનીક, હોસ્પીટલ ચલાવી રહ્યા છે.તેમણે સરકારના પોર્ટલ Clinical establishment, gipl.in પર જરૂરી તમામ ડોકયુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તથા ડિગ્રી વગરના ડોકટરોની પ્રેકટીશ પર પ્રતિબંધ લાદવાનો છે.આ રજીસ્ટ્રેશનની સુચના બાદ ઘણી જગ્યાએ રજીસ્ટ્રેશન ધરાવતાં ડોકટરો BAMS, BHMS, BUMS ડોકટરો પ્રેકટીસ કરતા અટકાવવા તેમજ તેમને બોગસ ડીગ્રી વગરના કે ઉટવૈધ, ઝોલાછાપ કહી ગેરકાયદેસર રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.તથા અમુક લેભાગુ તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે.વધુમાં આયુષ ડોકટરો ની PHC, CHC, RBSK સેન્ટરમાં નિમણુંક થાય છે.સાથે ગુજરાત રાજયની ડી.જી.પી. કચેરી દ્વારા એસ.પી.પોલીસ કમિશ્નરોને નોંધાયેલ પ્રેક્ટિશનર ડોકટરને હેરાન ના થાય તેમના પર ખોટા કેસો ન કરવા સુચના આપવામાં આવેલ છે. ત્યારે હેરાનગતિ ઘટતુ કરવા માટે ડાંગ આયુષ ડોકટર એસોસિએશન દ્વારા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લામાં આયુષ ડોક્ટરો સિવાય અન્ય ઝોલાછાપ ડૉકટરોએ હાટડી ખોલી મૂકી છે.અને ગરીબ પ્રજાના જીવ સાથે ચેડા થઈ રહ્યો છે.જેમાં ઝોલાછાપ ડૉકટરો બચી જાય છે અને ભોગવવાનો વારો આયુષ ડૉકટરોનો આવે છે.ત્યારે વહીવટી તંત્રની ટીમ આયુષ ડૉકટરો સિવાયનાં ઝોલાછાપ ડૉકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે..




