શ્રીગોવર્ધનનાથજી હવેલી, મોટી હવેલી મા જીર્ણોદ્ધાર બાંધકામ કાર્યનુ નિરક્ષણ કરતા.ગો.શ્રીઅભિષેકલાલજી મહારાજ
તારીખ ૨૭/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હજજારો વૈષ્ણવો ની આસ્થાનું કેન્દ્ર સમાન અને ૧૪૮ વર્ષ પૂર્વે પૂ.રમણલાલજી મહારાજ (મથુરા)દ્વારા સ્થાપેલ કાલોલના ગોવર્ધનાથજી હવેલી નુ જીર્ણોધ્ધાર નુ કામ ચાલી રહ્યુ છે.વ્રજભૂમિ તથા ગુજરાતની અને મેવાડી સ્થાપત્ય કલાનો સંગમ સમાન આ હવેલી ની ડિઝાઇન, એલિવેશન અને પ્લાનિંગ સ્વયંમ પૂજ્ય અભિષેકલાલજી મહારાજ દ્વારા કરવામાં આવેલ છે.ત્યારે ગોવર્ધનનાથજી હવેલી ના ગાદીપતિ પૂ. પા. ગૌ.૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજ( મથુરા કાલોલ રાજકોટ)દ્વારા પ્રથમ મજલાનો સ્લેબ ભરાતા અગાઉ આ બાંધકામ નુ આજ રોજ પૂ શ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવેલી ના જીર્ણોધ્ધાર નુ કાર્ય ચાલી રહ્યુ છે ત્યારે ગોવર્ધનનાથજી મંદિર (મોટા મંદિર) ખાતે આજ રોજ મહારાજશ્રી ઉપસ્થીત રહ્યા હતા અને નિર્માણ કાર્ય નુ નિરિક્ષણ કર્યું હતુ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. જીલ્લા મા સૌ પ્રથમ કાલોલ ખાતે અદ્ભુત અને ખુબજ સુંદર અને ભવ્ય કલાત્મક હવેલી નુ નિર્માણ કરાઈ રહ્યુ છે જેની પ્રતિકૃતિ પણ પૂજય મહારાજશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.