DEVBHOOMI DWARKADWARKA

Ayushman Bhava : આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૭૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળા યોજાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૧૭૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળાનું “બિનચેપી રોગોનું નિદાન અને સારવાર” થીમ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.  હેલ્થ મેળામાં લાભાર્થીઓનું સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર કરવામાં આવી હતું.  ૫૪૨૪ દર્દીઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. તેમજ  જરૂરિયાતવાળા દર્દીઓને સંદર્ભ સેવા માટે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

         દરેક હેલ્થ મેળામાં દર્દીઓને પોષણ માટે આરોગ્ય શિક્ષણ, યોગા, કસરત, મેન્ટલ હેલ્થ જેવા વિષયો પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.  કુલ ૨૮૭૫ જેટલા આભા આઈ.ડી કાઢવામાં આવેલા તેમજ ૫૯૫ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીના જણાવ્યા મુજબ દ્વારકા જિલ્લામાં દર શનિવારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવશે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!