
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પોલીસ બેડામા ફરજ બજાવતા અને બે માસ અગાઉ મૃત્યુ પામનાર પોલીસ જવાન સ્વ. છગનભાઇ લાહનુભાઈ વળવીના પરિવારને ‘બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજ જીવન વીમા યોજના’ અંતર્ગત રૂપિયા દસ લાખની સહાય ચુકવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બરોડા બેંકના ઉપ ક્ષેત્રિય પ્રમુખ શ્રી અરુણ પ્રતાપ સિંહના હસ્તે ‘બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજ જીવન વીમા યોજના’ અંતર્ગત રૂપિયા દસ લાખનો ચેક, સ્વર્ગસ્થના પરિવારજનોને, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાની ઉપસ્થિતિમા એનાયત કરાયો હતો. આ અવસરે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયદીપ સિંહ, બેંક ઓફ બરોડા-આહવા શાખાના મેનેજર શ્રી પ્રિયરંજન ભોલા, આર.બી.ડી.એમ. શ્રી હિમાંશુ ગૌર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોને સલામતી પુરી પાડતી ‘બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજ જીવન વીમા યોજના’ ની ઉપયોગીતા અને જરૂરિયાત જોતા વધુમાં વધુ પોલીસ કર્મચારીઓને આ યોજનામાં જોડવા માટે, બરોડા બેંક સાથે નવા ખાતા ખોલવા પોલીસ અધિક્ષક શ્રી જગાણિયાએ તત્પરતા દર્શાવી હતી.




