
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ – સાપુતારા રોડ પર એક મોટરસાયકલ ઉપર ત્રણ સવારી બેસાડી મોટરસાયકલ ચાલકે મોટરસાયકલને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કારને ટક્કર મારી દેતાં ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું હતુ.ડાંગ જિલ્લાના વઘઈ – સાપુતારા રોડ ઉપર આવેલ દેવીપાડા ગામથી આગળ હનુમાનજી મંદિરથી આગળ રોડ ઉપર હોન્ડા કંપનીની હોર્નેટ મોટર સાયકલ રજી. નં.GJ-15-DB-1519 ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ ઉપર બીજા ઇસમોને ત્રણ સવારી બેસાડી રોડની તેના પોતાની સાઇડની લેન છોડીને પુર ઝડપે અને બેકાળજીપૂર્વક ગફલતભરી રીતે હંકારી લાવી કિયા ગાડી નં. GJ-23-CC-6776 ને સામેથી અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિપુલ રાજુભાઈ બહાત્રે (મૂળ રહે. સાકરપાતળ તા.વઘઈ જી.ડાંગ, હાલ રહે. સાદડમાળ તા.વઘઈ જી.ડાંગ)ના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનુ મોત નિપજ્યું હતુ.તેમજ મોટર સાયકલ પર પાછળ બેસનાર બન્ને વ્યક્તિઓને શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ મોટર સાયકલને તથા કિયા ગાડીને નુકશાન પહોંચ્યુ હતુ.આ અક્સ્માત ને પગલે કાર ચાલક પ્રભુભાઈ ઉમેદભાઈ ઠાકોરે વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





