ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના મોટામાં મોટા શિક્ષક એજન્ટની ધરપકડ,1300 લોકો પાસે 70 કરોડનું રોકાણ કરાવ્યું,1 કરોડથી વધુ રૂપિયાનું કમિશન શિક્ષકે મેળવ્યું 

BZ કૌભાંડ : 1 કરોડથી વધુ કમિશન ખાનાર શિક્ષક વી.ડી.પટેલની CIDએ ધરપકડ કરતા અન્ય એજન્ટો ભૂગર્ભમાં

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મોટામાં મોટા શિક્ષક એજન્ટની ધરપકડ,1300 લોકો પાસે 70 કરોડનું રોકાણ કરાવ્યું,1 કરોડથી વધુ રૂપિયાનું કમિશન શિક્ષકે મેળવ્યું

BZ કૌભાંડ : 1 કરોડથી વધુ કમિશન ખાનાર શિક્ષક વી.ડી.પટેલની CIDએ ધરપકડ કરતા અન્ય એજન્ટો ભૂગર્ભમાં

BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે CID ક્રાઇમે સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ હતી. હવે આ કેસમાં મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને સીઆઈડી કાઈમ તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી. તેની પૂછપરછ દરમિયાન મોટા ઘટશ્ફોટ થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.

બીઝેડ ગ્રૂપના સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસને લઈ સીઆઈડી ટીમે બુધવારે (22મી જાન્યુઆરી) મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી ઊઠાવી લીધો હતો. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. નોંધનીય છે કે, બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી.

આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલ નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા. સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા તેવા પૈકીના કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ શિક્ષકે બીઝેડની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ ચર્ચાઓ ઊઠી હતી.

Back to top button
error: Content is protected !!