બોરસદ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાના વર્ગખંડોનું લોકાર્પણ કરાયું.

બોરસદ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાના વર્ગખંડોનું લોકાર્પણ કરાયું.
કતાહિર મેમણ – આણંદ – 09/10/2024 – ઠોલ અને કઠાણામાં આવેલ પ્રાથમિક શાળાના નવા તૈયાર થયેલ વર્ગખંડોને ભૂલકાઓ માટે ખુલ્લા મુકાયા કઠોલ અને દિલ્હીચકલા(કઠાણા)માં આવેલ પ્રાથમિક શાળાના નવા તૈયાર થયેલ વર્ગખંડોને લોકાર્પણ કર્યું હતું
લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક એ જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે શાળાની ભૌતિક સુવિધામાં વધારો કરવામાં રાજ્ય સરકાર દ્વારા અગ્રિમતા આપવામાં આવી છે. શિક્ષણ પાછળ બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી રહી છે.જેનો શાળાના વર્ગખંડો સહીતની ભૌતિક સુવિધામાં વધારો તેને સાચા અર્થમાં ઉપયોગ રાજ્ય સરકાર કરી રહી છે.
વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, શાળામાં દેશનું ભવિષ્યનું નિર્માણ તથા ઘડતર થઈ રહ્યું છે. તેમના બૌધ્ધિક ,તાર્કિક અને રચનાત્મક વિકાસ થાય તે માટે અથાક પ્રયત્નો થઈ રહ્યા છે.સરકારના પ્રયત્નો અને વાલીઓએ પણ જાગૃત થઈને પોતાનું બાળક નિયમીત શાળાએ જાય તેની દરકાર લેવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા શિક્ષણાધિકારીતાલુકા શિક્ષણાધિકારી ગામના સચપંચ સહીત શાળાના શિક્ષણગણ સહીત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.





