AHAVADANG

લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અજબ ટારઝનની કી ગજબ કહાની ‘માં નવસારીના બાળકલાકારો ભૂમિકા ભજવી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

હાલમાં જ  રિલીઝ  થયેલી ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘ અજબ ટારઝનની કી ગજબ કહાની’  કે જે ગુજરાતમાં સૌપ્રથમવાર બાળકોની ધમાલ, મજાક-મસ્તી અને કુશળતા તેમજ બહાદુરીને કુશળ રીતે પડદા પર રજુ કરી છે.

આ ફિલ્મનું શુટિંગ નવસારીના એ.બી.સ્કુલ- પરતાપોર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા અમિત ઠકકર છે.  અંકિત રાજ અને વિધિ શાહ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મમાં બાળ કલાકારો તરીકે એ.બી. સ્કુલના બાળકો ધ્યાન વ્યાસ, નૈતિક કરોડે, ઉત્કર્ષ પટેલ, દેવર્ષ પટેલ, હેમ પટેલ, ભવ્ય પટેલ,  આર્યા દોડિયા, જીષિતા હળપતિ, રૂહી પટેલ, વત્સા ભટ્ટ અને અન્ય બાળકોએ ભૂમિકા ભજવી છે. તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી  અંકુર બોડા, આચાર્ય અમૃત છત્રોલા, તેમજ ભૂતપૂર્વ આચાર્યા ચેતના પટેલે પણ નાનકડી ભૂમિકા ભજવી છે. વાલી તરીકેની ભૂમિકા પણ બાળકોના વાલીઓજ ભજવી છે. એ.બી.સ્કુલ માટે ખૂબ ગૌરવભરી બાબત એ છે કે શાળા પરિવારને ગુજરાતી ફિલ્મમાં લાભ મળ્યો છે. સંસ્કારી નગરી નવસારીના નગરજનોને બાળકોની મહેનત પછીની ઉપલબ્ધિને પ્રોત્સાહિત કરવા આ ફિલ્મનો લ્હાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!